દોસ્તો સામાન્ય રીતે જેમ જેમ આપણી ઉંમરમાં વધારો થતો જાય છે તેમ તેમ આપણી ત્વચા નિશ્ચિત દેખાવા લાગે છે અને ચહેરા ઉપર કરચલીઓ પડી જતી હોય છે. વળી આ કરચલીઓને કારણે આપણે વૃદ્ધ દેખાઈએ છીએ. આ સિવાય ઘણી વખત ત્વચા શુષ્ક થઈ જવાને કારણે તેના ઉપરથી સફેદ રંગના પડ નીકળતા હોય છે, જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે.
તમને કહી દઈએ કે કરચલીઓ, ત્વચાની શુષ્કતા, ડાર્ક સર્કલ વગેરે વૃદ્ધાવસ્થાના સંકેત માનવામાં આવે છે. પ્રદૂષણ, બિન આરોગ્યપ્રદ જીવનશૈલી, તમાકુનું સેવન, સૂર્યપ્રકાશ વગેરેને કારણે વ્યક્તિની ત્વચા સમય પહેલા વૃદ્ધ થઈ જતી હોય છે પરંતુ જે લોકો નાની ઉંમરથી જ પોતાની ત્વચાની સંભાળ રાખે છે અને યોગ્ય પ્રકારનું પોષણ લે છે તેમની ત્વચા લાંબા સમય સુધી જુવાન રહેતી હોય છે.
નિષ્ણાત લોકોના કહ્યા પ્રમાણે સૂર્યપ્રકાશ આપણી ત્વચાને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે. તેથી તમારે પોતાની ત્વચાને સુરક્ષિત રાખવી હોય તો તડકામાં વધારે સમય સુધી રહેવું જોઈએ નહીં. તેવી જ રીતે બની શકે ત્યાં સુધી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી જોઈએ અને પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે દિવસ દરમિયાન કેટલીક ટીપ્સ ફોલો કરવી જોઈએ… તેના વિશે આજે અમે તમને જણાવીશું…
1. દરરોજ આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ. કારણ કે પૂરતો આરામ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે.
2. ત્વચાને દિવસ દરમિયાન હાઈડ્રેટ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
3. આ સિવાય ગ્લિસરીન, કુત્રિમ સુગંધ ધરાવતી ચીજ વસ્તુઓ અથવા કોઈપણ રાસાયણિક પદાર્થ નો ઉપયોગ ચહેરા ઉપર કરવાનું ટાવરવું જોઈએ.
4. તમારે પોતાની ત્વચાને દિવસમાં બે વખત સાબુ ને બદલે રસાયણ મુક્ત ક્લિઝર થી સાફ કરવાની આદત પાડવી જોઈએ.
5. સવારે સ્નાન કરી દીધા પછી અને રાતે સુતા પહેલા તમારી ત્વચા પર મોશ્ચરાઈઝર લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
6. આ સિવાય ઘરની બહાર નીકળતી વખતે સન સ્ક્રીન નો ઉપયોગ કરવો જોઈએ.
7. રાતે સુતા પહેલા ત્વચા ઉપર એવી જ વસ્તુ લગાવી જોઈ કે જેમાં લિપિડ અથવા પેપ્ટાઇડ્સ હોય…
8. આ જ રીતે હાયલ્યુરોનીક એસિડ ધરાવતી ક્રીમનો ઉપયોગ પણ કરવો જોઈએ.
9. ત્વચા ઉપર વિટામીન સી ધરાવતી ક્રીમ લગાવી ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
10. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ પણ તેમની ત્વચાના આધાર પ્રમાણે નાઈટ ક્રીમ લગાવવી જોઈએ.