દોસ્તો ડાયાબિટીસ એક એવો રોગ છે, જે કોઈપણ ઉંમરના લોકોને પોતાની ઝપેટમાં લઈ શકે છે. જેમાં આપણા શરીરનું બ્લડ સુગર લેવલ અચાનક વધી જાય છે અને સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી. જેના લીધે આપણા શરીરમાં ડાયાબિટીસનો વિકાસ થાય છે અને તે ધીમે ધીમે આપણા શરીરને ખરાબ બનાવે છે.
ડાયાબિટીસના કારણે અન્ય રોગો થવાનો પણ ભય વધી જતો હોય છે. તેથી ડાયાબિટીસના લેવલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ આવશ્યક બની જાય છે. વળી ડાયાબિટીસના દર્દીઓને સમયસર દવાઓ લેવી પણ જરૂરી બની જાય છે. કારણ કે જો એક સમય પણ દવા ના લીધી હોય તો બ્લડ સુગર લેવલ વધી જવાનો ભય રહેતો હોય છે. જોકે કારેલાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે દવાની જેમ કામ કરે છે.
કારેલામાં એવા ઘણા બધા રસાયણો મળી આવે છે, જે ઇન્સ્યુલિન વધારવામાં કામ કરે છે અને બ્લડ સુગર લેવલની ઘટાડવામાં મદદ કરે છે. તેથી તમારે પોતાના ભોજનમાં કારેલાનું વિવિધ રીતે સમાવેશ કરવો જોઈએ. જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમે કારેલાના રસનો ઉપયોગ કરી શકો છો.
આ માટે સૌથી પહેલા કારેલાની વચ્ચેથી કાપી લો અને તેના બીજ કાઢીને તેના નાના નાના ટુકડા કરી લો. હવે કારેલાને મિક્સરમાં ઉમેરીને તેને બરાબર બ્લેન્ડ કરો અને તેનો જે રસ બને તેને ફિલ્ટર કરી લો. ત્યારબાદ તેમાં થોડું બ્લેક મીઠું અને લીંબુનો રસ ઉમેરી દરો તેનું સેવન કરો.. જો તમે તેનું સવારે ખાલી પેટ સેવન કરો છે તો તે વધારે ફાયદાકારક છે.
તમે કારેલાનું શાક પણ ખાઈ શકો છો. કારેલાનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે દવાની જેમ કામ કરે છે. દરરોજ આહારમાં કારેલાના શાકનો સમાવેશ કરવો જોઈએ. તમે રોટલી અને ભાત સાથે કારેલાનું શાક ખાઈ શકો છો, જેનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં આવી જાય છે.
તમે કારેલા અને એલોવેરાના રસનો પણ ઉપયોગ કરી શકો છો. જે લોકો સવારે ખાલી પેટ આ રસનું સેવન કરે છે તેમનું બ્લડ શુગર લેવલ આસાનીથી નિયંત્રણમાં આવી જાય છે. આ માટે તમારે સૌથી પહેલા કારેલાના ટુકડા લઈને તેમાં એલોવેરાનો પલ્પ અને ટામેટા ઉમેરી લેવા જોઈએ. ત્યારબાદ તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવા જોઈએ અને તેને ફિલ્ટર કરીને સેવન કરવું જોઈએ.
તમે ખાલી પેટ કારેલાની ચા પણ પી શકો છો. જે ડાયાબિટીસના દર્દીઓ માટે દવાની જેમ કામ કરે છે. જેનાથી શરીરમાં શુગરનું સ્તર પણ ઓછું થાય છે અને વધારે દવાઓ લેવાની પણ વધારે આવશ્યકતા પડતી નથી. તમે કારેલાની ચા બનાવવા માટે કારેલાના ટુકડા કરી લો અને એક ગ્લાસ પાણીમાં આ ટુકડા નાખીને તેને સારી રીતે ઉકાળી લો. ત્યારબાદ તેને ફિલ્ટર કરી લો અને તેમાં મધ ઉમેરી તેનું સેવન કરો.