દોસ્તો આજ પહેલા તમે ક્યાંકને ક્યાંક શેતુરનું ઝાડ જોયું હશે. જે દેખાવમાં જાડા અને સ્વાદમાં ખૂબ જ ખાટા મીઠા હોય છે. શે સ્વાદમાં તો મીઠા હોય જ છે સાથે સાથે તે આપણા શરીર માટે પણ દવાની જેમ કામ કરે છે. કારણ કે શેતૂરમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. તેના રંગ વિશે વાત કરીએ તો તે લાલ અને જાંબલી રંગના દેખાય છે. જેમાં વિટામિન એ, વિટામિન ઈ અને વિટામિન સી સાથે સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
ઉનાળાની ઋતુમાં જો શેતૂર ખાવામાં આવે તો તેનાથી આપણા શરીરને ઠંડક મળે છે. જે લોકોને તાવ, અપચો, જાડા, ગળામાં દુખાવો વગેરે જેવી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા લોકોએ તો અવશ્ય શેતુરનું સેવન કરવું જોઈએ.
જેનો ઉપયોગ ત્વચા માટે પણ દવાની જેમ કામ કરે છે. ઘણા લોકો તેની ચટણી અને જામ બનાવીને સેવન કરતા હોય છે. શેતુરમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીરને ફ્રી રેડીકલ્સને કારણે થતા નુકસાનથી બચાવે છે, જેના લીધે કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ થવાનો ભય રહેતો નથી.
શેતુર પાચનતંત્ર માટે પણ દવાની જેમ કામ કરે છે. જે બળતરા ઓછી કરે છે અને પેટની બીમારીઓને શાંત કરવામાં મદદ કરે છે. શેતુરમાં વૃદ્ધત્વ વિરોધી પણ ગુણધર્મો મળી આવે છે. જે લોકોને કરચલીઓ ખીલ ડાઘ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા લોકોએ તો અવશ્ય શેતુર નો ઉપયોગ કરવો જોઈએ.
શેતુર નો ઉપયોગ આંખો માટે પણ દવાની જેમ કામ કરે છે. જેને ખાવાથી આંખોની રોશની માં વધારો થાય છે અને આંખોના નુકસાન થી રાહત મળે છે. શેતુરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ હોય છે જે ચેપ સામે લડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ખરજવું, સોરાઈસીસ વગેરે જેવી સમસ્યાઓની સાથે સાથે કેન્સરથી પણ રાહત મળે છે.