વાળ વધુ પડતાં ખરતા હોય તો દિનચર્યામાં કરો આ ફેરફાર, દેખાશે 2 દિવસમાં પરિણામ…

દોસ્તો જો આપણે વાળ ખરવા પાછળના કારણો વિશે વાત કરીએ તો તે ઘણા બધા હોઈ શકે છે.. જેમ કે આનુવંશિકતા, તણાવ, ખરાબ દિનચર્યા, વાળ પર વધુ પડતા બાહ્ય કુદરતી રસાયણોનો ઉપયોગ, અસંતુલિત હોર્મોન વગેરે વગેરે… જો તમારા ઓશીકા ઉપર વાળ દેખાવા લાગે તો તમારી સમજી જવું જોઈએ કે વાળ ખરવાની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે.

 

જો તમે પણ વધુ પડતા વાળ ખરવાને કારણે પરેશાન થઈ ગયા છો અને તેને અટકાવવાનો કોઈ ઉપાય શોધી રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને કેટલાક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે દરરોજ ફોલો કરીને ખરતા વાળને અટકાવી શકો છો.

 

વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે તમારે સ્વાસ્થ્ય માટે કામ કરવાની જરૂર છે. તમારે દિવસ દરમિયાન હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. પાણી ખોપડી ઉપરની ચામડી અને વાળ બંનેને હાઇડ્રેટેડ કરવાનું કામ કરે છે જેનાથી ખરતા વાર અટકી જાય છે અને વાળને પ્રોત્સાહન આપે છે. તેથી તમારી દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ.

 

આ સિવાય તમારે પોતાની ખોપરી ઉપરની ચામડીની માલિશ કરવી જોઈએ. જેનાથી નાના વાળના વિકાસને પ્રોત્સાહન મળે છે અને ખરતા વાળને અટકાવી શકાય છે. આ માટે તમારે દરરોજ થોડી મિનિટો માટે તમારી આંગળીઓની મદદથી માથાના ઉપરના ભાગની જે ચામડી હોય તેની મસાજ કરવી જોઈએ, જેનાથી વાળના વિકાસને પ્રોત્સાહન મળશે.

 

તમારે પોતાના વાળને જરૂરી પોષક તત્વો પૂરા પાડવા જોઈએ. જેમકે આયરન, ઝિંક, વિટામિન ડી, વિટામીન બી 12 વગેરે વગેરે… કારણ કે આ બધા જ પોષક તત્વો વાળ ના વિકાસ માટે મહત્વના છે. તમે પોતાના ભોજનમાં ઈંડા, માછલી, લીલા પાંદડા વાળા શાકભાજી, આખા અનાજ વગેરેનો સમાવેશ કરી શકો છો.

 

તમે ખરતા વાળને અટકાવવા માટે ધૂમ્રપાનથી પણ બચી શકો છો.. કારણ કે ધુમ્રપાન એક પરિબળ છે જે વાળના નુકસાન માટે સાબિત થાય છે. જ્યારે તમે ધુમ્રપાન છોડી દો છો ત્યારે વાળ ધીમે ધીમે ખરતા અટકે છે અને એક દિવસ તે જરાય ખરતા નથી. તેથી ધુમ્રપાન છોડવાનો પ્રયાસ કરો.

 

વાળ ઉપર કેમિકલ નો ઉપયોગ કરવાથી પણ વાળના ફોલિકલસને નુકસાન થાય છે અને વાળ ખરવા લાગે છે. તેથી તમારે બાહ્ય રસાયણ વાળા પદાર્થોનો ઉપયોગ પોતાના વાળમાં કરવો જોઈએ નહીં, તેના બદલે તમે કુદરતી હેર પ્રોડક્ટસ નો ઉપયોગ કરી શકો છો, જે વાળને નરમ બનાવે છે.

 

આજકાલ તણાવ અને ચિંતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેનાથી મોટાભાગના લોકો પીડાઈ રહ્યા છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તે તમારા વાળ ખરવા અને વાળ સફેદ થઈ જવાનું કારણ બની શકે છે. તેથી તમારે નાની નાની બાબતોમાં તણાવવાની ચિંતા કરવી જોઈએ નહીં અને ધ્યાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

Leave a Comment