પાવાગઢમાં બેસેલી મહાકાળીના ફોટોને સ્પર્શ કરીને આશીર્વાદ લઈ લ્યો.છોડીને જતાં નહીં.લાગશે મોટું પાપ.તમારા બધા દુખ દૂર થઈ જશે

ભારતમાં રહેનારા મોટા ભાગના લોકો ધાર્મિક છે. અહીંના લોકો દેવી અને દેવતાઓમાં માનનાળા છે. ભારતમાં દરેક કિલોમીટર એ તમને મંદિર જોવા મળી જશે. હર કોઈ પોતાની શ્રદ્ધા મુજબ કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય છે અને તેમની સેવા પૂજા કરતા હોય છે.

ગુજરાત રાજ્ય માં ઘણા એવા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે જ્યાં ચમત્કાર થતા હોય છે. તો આજે અમે તમને ગુજરાત રાજ્ય માં આવેલું અને દુનિયાભર માં પ્રસિદ્ધ એક એવા મંદિર ની વાત કરવા જઈ રહ્યા છીએ.

ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામા ભક્તિ અને આસ્થાનું એક પવિત્ર સ્થાન જે આજે જગવિખ્યાત છે. ગુજરાતના વડોદરા થી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા પાવગઢમાં માતા મહાકાલીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

માં મહાલકાલી નું મંદિર પહાડી પર આવેલું છે જ્યાં નો નજારો ખૂબ જ સુંદર લાગે છે. માતા નું મંદિર પહાડી પર હોવાને લીધે લોકો પર્યટક ની દ્રષ્ટિએ પણ હીનો સુંદર અને કુદરતી નજારો જોવા આવતા હોય છે.

નવરાત્રીમાં માતાના મંદિરને સિરિજો અને રંગબેરંગી લાઈટો થી અને ફૂલો થી શણગારી દેવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતા મહાકાલીના મંદિર માં ભકતોની ભારે ભીડ જોવા મળે છે. અહીં મંદિરમાં શારીરિક રીતે નબળા અને વૃદ્ધ લોકો માતાજી ના સરળતાથી દર્શન કરી શકે તે માટે રોપ વે ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભકતો પાવાગઢ સુધી પોહચવો માટે ખાનગી સાધનો કે પછી બસની મદદથી વડોદરા થી પાવાગઢ પોહચી શકે છે.

પાવાગઢ ગબ્બર પર બિરાજમાન માતા મહાકાળી નું મંદિર ખૂબ જ પૌરાણિક છે. કહેવાય છે કે ભગવાન રામના સમયમાં પણ આ મંદિરના પુરાવા મળે છે. ચારેય બાજુ ખીણ હોવાને લીધે અહીંયા પવન એક ધારો વહેતો હતો તેથી આ જગ્યાનું નામ પાવાગઢ રાખવામાં આવ્યું છે. પાવાગઢ નો અર્થ થાય છે કે ” ચારેય તરફથી વહેતા પવન વચ્ચે આવેલો ગઢ એટલે પાવાગઢ”.

માન્યતા મુજબ માતા સતીના પિતા દક્ષ એ ભગવાન શંકર નું અપમાન કર્યું હતું, તેનાથી દુઃખી થઈ ને માતા સતી યગકુંડ માં કૂદીને પોતના શરીરનો ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ મહાદેવ માતા સતીના દેહને લઈને સમગ્ર બ્રહ્માંડ માં ફર્યા હતા અને જ્યાં જ્યાં તેમના શરીરના ટુકડા પડ્યા ત્યાં ત્યાં આજે માતાના શક્તિપીઠ સ્થાપિત છે. પાવાગઢ માં માં સતી નો અંગુઠો પડ્યો હતો. વિશ્વમિત્ર ઋષિ અહીંયા આવ્યા હતા અને તેમને માં મહાકાલીની દક્ષિણ મુખી મૂર્તિની સ્થાપના કરી હતી.

Leave a Comment