કાચબાને જીવનમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી લોકો ઘર માં કાચબો રાખવાનું પસંદ કરતા હોય છે કારણકે કાચબાને ઘર માં રાખવાથી આર્થિક પરિસ્થિતિ સારી થાય છે. અને ઘરના લોકોને નકારાત્મક વિચારો થી દૂર રાખે છે અને ઘરમાં કાચબો રાખવાથી લોકો સકારાત્મક રહે છે.ઘરમાં બધાનું સ્વાથ્ય પણ સારું રહે છે. કાચબો એ ઘરના વાસ્તુ દોસ ને દૂર કરે છે. જો તમે કાચબાને ઘરમાં રાખશો તો સફરતા અને ધન પ્રાપ્તિ માં વધારો થશે. અને તમે કાચબાને ઘરમાં મુકવા માટે ઉત્તર દિશા ને સારામાં સારી ગણવામાં આવે છે. ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે. કાચબો કોઈપણ ધાતુ, કાચ, માટી, લાકડા, આ માંથી કોઈપણ વસ્તું માંથી બનેલો કાચબો ઘરમાં રાખી શકાય છે.
સિક્કા સાથે કાચબો: ઘરમાં લક્ષ્મીજીના આગમન અને શારીરિક સુખાકારી માટે આ પ્રકારના કાચબાને શુભ માનવામાં આવે છે. આ પ્રકારનો કબ્ચો સૌથી જુનો છે અને થોડા વર્ષો પહેલા આ પ્રકારનો કાચબો ખુબજ લોકપ્રિય હતો. આ પ્રકારના કાચબાની અંદર કાચબાની પીઠ ઉપર સિક્કા મુકવામાં આવે છે. જો ઘરમાં આ પ્રકારનો કાચબો રાખવામાં આવે તો ઘરમાંથી પૈસાની કમી દુર થાય છે અને આરોગ્ય પણ સારું રહે છે.
માટીનો કાચબો: માટીનો કાચબો ઘરમાં મુકવાથી જીવનમાં સ્થિરતા આવે છે. ઘરમાંથી દુર થયેલ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આ પ્રકારનો કાચબો ઘરમાં રાખવાથી પાછી આવે છે. આ સાથેજ જીવનમાં સ્થિરતા લાવવા માટે આ પ્રકારના કાચબાને શુભ માનવામાં આવે છે. આ પ્રકારનો કાચબો ઘરમાં રાખવાથી અઢળક સંપતિ પ્રાપ્ત થાય છે.
લાકડાનો કાચબો: લાકડાના કાચબો ઘરમાં રાખવો ખુબજ શુભ માનવામાં આવે છે. તેમજ આ પ્રકારના કાચબાને ઘરના દક્ષીણ અને પૂર્વ ખૂણામાં મુકવાથી ઘણા ફાયદાઓ થાય છે. આ મુજબ લાકડાનો કાચબો મુકવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. લાકડાના કાચબાને લીવીંગ રૂમ અને પ્રવેશદ્વાર પર મુકવો ખુબ શુભ માનવામાં આવે છે.
ક્રિસ્ટલ કાચબો: ક્રિસ્ટલ કાચબાને ઘરમાં રાખવાથી ખુબજ ખ્યાતી અને નામના મળે છે. આ પ્રકારના કાચબાને ઘરના દક્ષીણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખવાથી ઘણા ફાયદાઓ થાય છે. આ પ્રકારના કાચબાને ઘરમાં રાખવાથી આયુષ્ય લાંબુ બને છે અને આરોગ્ય સારું રહે છે.