રક્ષાબંધન પર રાશિ અનુસાર કરો આ ઉપાય, દરેક દુઃખ-દર્દ થશે દૂર

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને તિલક કરવાની સાથે રાખડી બાંધીને લાંબી ઉંમરની કામના કરે છે. આ સાથે જ ભાઈ બહેનને રક્ષાનું વચન આપે છે. દરેક વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે રક્ષા બંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે રાખડી બાંધવાની સાથે કેટલાક ખાસ જ્યોતિષી ઉપાયો પણ કરી શકે છે. આ ઉપાયોને કરવાથી સુખ-સમૃદ્ધિ, ધન- સંપદાની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ કે રક્ષાબંધનના દિવસે કઈ રાશિ અનુસાર કયા ઉપાયો કરવા લાભકારી સાબિત થશે.

રક્ષા બંધન પર રાશિ અનુસાર કરો આ ઉપાય

મેષ રાશિ

આ રાશિની બહેનો ભગવાન ગણેશને દૂર્વાની સાથે રાખડી ચઢાવવાની સાથે સાથે ઓમ ગણેશાય નમઃ નો મંત્ર જાપ કરો. આવું કરવાથી ભાઈને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આ સાથે તેનો ક્રોધ થોડો શાંત થશે.

વૃષભ

આ રાશિની બહેનો ભગવાન શંકરની વિધિવત પૂજા કરવાની સાથે શિવલિંગમાં જળાભિષેક કરો. આવું કરવાથી ભાઈની સાથ તમારો સંબંધ મજબૂત થશે.

મિથુન રાશિ

આ રાશિની બહેનો ભગવાન સૂર્યને અર્દ્ય આપો. ભગવાન સૂર્યને અર્દ્ય આપવા માટે તમે તાંબાના લોટામાં જળ, સિંદુર, અક્ષત અને લાલ ફૂલ નાંખો. આ સાથે જ ભગવાન શિવની પૂજા કરો. આવું કરવાથી ભાઈ ઉપર આવનારી દરેક બાધા દૂર થશે.

કર્ક રાશિ

આ રાશિની બહેનો ભગવાન ગણેશની વિધિવત પૂજા કરો. આ સાથે જ ભગવાન ગણેને રાખડી, પાન, દુર્વા, ફૂલ વગેરે અર્પણ કરો. આવું કરવાથી કરિયરમાં લાભ મળશે. નોકરીમાં પદ્દોન્નતિની સાથે માન-સમ્માન મળશે.

સિંહ રાશિ

આ રાશિની બહેનો ભગવાન શિવને સફેદ ચંદનનું ત્રિપુંડ લગાવો. આ સાથે જ ઓમ શ્રી નાથાય નમઃ મંત્રનો જાપ કરો. આવું કરવાથી ભાઈને લાંબી ઉમરની સાથે જ સ્વાસ્થ્યનું વરદાન મળશે.

કન્યા રાશિ

આ રાશિની બહેનોએ ભગવાન હનુમાનની વિધિત પૂજા કરો. આ સાથે જ લાલ રંગના ફૂલ અર્પણ કરવાી સાથે જ હનુમાન ચાલીસાના પાઠ કરો. આવું કરવાથી ભાઈને ક્ષેત્રમાં સફળતા મળશે.

તુલા રાશિ

આ રાશિની બહેનો ભગવાન કૃષ્ણને હળદર અને પીળા ચંદનના તિલક લગાવો. આવું કરવાથી ભાઈના વૈવાહિક જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિની બહેનો ભગવાન કૃષ્ણની સાથે શિવજીની પૂજા કરો. આ સાથે પીપળના ઝાડમાં જળ અર્પણ કરો. આવું કરવાથી સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થશે.

ધન રાશિ

આ રાશિની બહેનો ભાઈને ધન સંપદા અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ માટે ભગવાન શિવને અતર અર્પણ કરો.

મકર રાશિ

આ રાશિની બહેનો ભગવાન હનુમાનને લાલ ફૂલ અને રાખડી ચઢાવો. આવું કરવાથી ભાઈની કરિયરમાં વધારો થશે. નોકરી અને વેપારમાં અપાર સફળતાની સાથે ધન લાભ થશે.

કુંભ રાશિ

આ રાશિની બહેનો હનુમાન જીને લાલ ફૂલ અને રાખી ચઢાવો. આવું કરવાથી ભાઈને નોકરી અને વેપારમાં સફળતા મળશે.

મીન રાશિ

આ રાશિની બહેનો ભગવાન શિવનું દહીથી અભિષેક કરો. આ સાથે જ ઓ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આવું કરવાથી ભાઈ બહેનની લાંબી ઉંમર અને દરેક મુશ્કેલીઓથી મૂક્ત થાય છે.

Leave a Comment