આ વર્ષે જન્માષ્ટમીનો મહાપર્વ 7 રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે. વૃષભ, કર્ક, સિંહ સહિત 7 રાશિના જાતકો માટે જન્માષ્ટમી લકી સાબિત થઇ શકે છે. આ લોકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહેશે. બાળ ગોપાલના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ વધશે. તિરુપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસેથી જાણીએ કે જન્માષ્ટમીનો કઇ 7 રાશિઓ પર શુભ પ્રભાવ પડશે.
વૃષભ રાશિ
જન્માષ્ટમી તમારી રાશિ માટે શુભ અને ફળદાયી છે. તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. તમારો આત્મવિશ્વાસ વધશે, જેના કારણે તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. જન્માષ્ટમી પર ધન લાભ થવાની સંભાવના છે
કર્ક રાશિ
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તમારા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. વેપારમાં નફામાં વધારો અને આવકના નવા સ્ત્રોતને કારણે મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે. આ દિવસે તમને સંતાન સુખ પ્રાપ્ત થશે. લગ્ન જીવન મધુર રહેશે
સિંહ રાશિ
ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. તમને સિનિયર અધિકારીઓનો સહયોગ મળશે અને તમારા બોસ પણ ખુશ રહેશે. તમને મિલકત સંબંધિત બાબતોમાં સફળતા મળશે કારણ કે આજનો દિવસ અનુકૂળ છે.
વૃશ્ચિક રાશિ
તમારી રાશિના લોકો પર ભગવાન બાળ ગોપાલનો આશીર્વાદ રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જન્માષ્ટમીનો દિવસ આનંદ અને ઉલ્લાસથી ભરેલો રહેશે. વિવાહિત જીવન સુખી રહેશે અને તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો.
ધનુ રાશિ
જન્માષ્ટમીનો દિવસ તમારા બિઝનેસમાં લાભદાયી સાબિત થઈ શકે છે. આ દિવસે તમને મોટો લાભ મળી શકે છે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થવાના સંકેત છે. કાર્યસ્થળ પર સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.