દિવાળી પહેલા જ આ રાશિઓની ખૂલી જશે કિસ્મત.શનીદેવ બદલશે ચાલ

જ્યોતિષ પંચાગ અનુસાર, 4 નવેમ્બરના રોજ ન્યાય દેવતા શનિ દેવ કુંભ રાશિમાં માર્ગી કરશે. શનિ માર્ગી ખાસ છે, કારણ કે, શનિ દેવ દિવાળીના તહેવારના થોડા દિવસો પહેલા સીધી ચાલ કરશે. જેના કારણે તમામ રાશિના લોકોના જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળશે.ઉલ્લેખનીય છે કે, શનિ ગ્રહના માર્ગને કારણે ત્રણ રાશિઓ છે, જેને વિવિધ ક્ષેત્રોમાં લાભ મળશે. આ અહેવાલમાં જાણીશું કે, દિવાળી પહેલા કઈ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે?

કન્યા રાશિ પર શનિ માર્ગીની અસર

શનિ માર્ગીનો શુભ પ્રભાવ કન્યા રાશિના લોકોને પ્રાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન તમને કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકને કાર્ય ક્ષેત્રમાં પ્રગતિની નવી તકો મળશે. આર્થિક ક્ષેત્રે વૃદ્ધિના સંકેતો છે. આ સાથે જ જાતકોને વેપાર ક્ષેત્રે પણ લાભ મળશે. જે લોકો નોકરીની શોધમાં છે, તેમને પણ શનિના માર્ગીનો લાભ મળશે.

કર્ક રાશિ પર શનિ માર્ગીની અસર

કર્ક રાશિના લોકોને પણ શનિ માર્ગીથી વિશેષ લાભ મળશે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં લાભ મળશે, આ સાથે જ નવી અને સારી નોકરીની ઓફર પણ મળી શકે છે.આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના જાતકોને શનિ માર્ગી તરફથી પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. તેમજ અત્યારે કરેલી મહેનતનો લાભ ભવિષ્યમાં મળશે.

વૃષભ રાશિ પર શનિ માર્ગીની અસર

વૃષભ રાશિના જાતકોને શનિના માર્ગને કારણે વિશેષ લાભ થશે. આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે, તેમજ વ્યવસાયમાં કરવામાં આવેલી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. આ સમય દરમિયાન જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે, જેના કારણે ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેઓને આ સમયગાળા દરમિયાન સફળતા મળી શકે છે.

Leave a Comment