દિવાળી ના દિવસે કરો આ 6 ઉપાય.લક્ષ્મીજી ખુદ તમારા ઘરે પધારશે’

આ દિવસોમાં લક્ષ્મીજી ની પૂજા કરવાનો અનોખો મહિમા છે.જે લોકો પૂરી શ્રદ્ધા અને શિસ્તબધ્ધ પૂજા પાઠ કરે છે લક્ષ્મીજી તેમના પર પ્રસન્ન થાય છે. આ વખતે બે યોગ બનતા હોવાથી તમારી દિવાળી સુખ સમૃદ્ધિ થી ભરેલી રહેશે.પણ જો તમે ધનવાન બનવા માગો છો તો કરો આ છ ઉપાય.માં લક્ષ્મી તમારા પર રહેશે પ્રસન્ન

દિવાળીના દિવસે જ્યારે તમે લક્ષ્મીજીની પૂજા કરો છો ત્યારે જોડે આખી હળદર રાખો.પૂજા પૂરી થયા બાદ આ હળદરને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકો.તો તમારી તિજોરી ક્યારેય ખાલી થશે નહીં.આવક વધશે અને આર્થિક રીતે તમે મજબૂત થશો

દિવાળીની રાતે લક્ષ્મીજીના 108 નામનો જાપ કરો.આ જાપ કરવાથી લક્ષ્મીજી જલ્દીથી પ્રસન્ન થાય છે.ઘરમાં આવક થશે.સુખ સ્મૃદ્ધિ આવશે

લક્ષ્મી માંનું પૂજન કર્યા બાદ ચોખા ફેંકી ના દેવા કે ન ખોરાકમાં લેવા.આ ચોખાની પોટલી બાંધી પાકિટમાં રાખો.કેમ કે ચોખા શુક્ર ગ્રહનું ધાન્ય છે અને શુક્રને સમૃદ્ધિ કારક માનવામાં આવે છે.માટે પર્સમાં ચોખા રાખવાથી થશે તમને લાભ

 

દિવાળી પર વિષ્ણુ ભગવાનના પૂજનનું પણ મહત્વ છે.આ દિવસે દૂધથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરશો.આવું કરવાથી તમને લાભ થશે સાથે ગુરુ ગ્રહ પણ તમારા પર શુભ રહેશે.ઘરમાં સુખ સ્મૃદ્ધિ લાવશે.

 

મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ લગાવશો જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.અને વાસ્તુદોષ પણ દૂર થશે.અને આર્થિક રીતે મજબૂત થશો

દિવાળીના દિવસે દાનનું પણ અનેરું મહત્વ છે.આ દિવસે ખાસ કરીને કિન્નરને દાન આપવું શુભ ગણાય છે.તેમણે દાન આપી તેમના જોડેથી 1 રૂપિયાનો સિક્કો લેવો અને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકો.તમારી તિજોરી ખાલી થશે નહીંઅને લક્ષ્મીજી પ્રસન્ન રહેશે

Leave a Comment