દિવાળી પર બુધ ગ્રહ તુલા રાશિમાં ગોચર કરશે. જ્યારે તુલા રાશિમાં એવા સમયે સૂર્ય, શુક્ર અને કેતુ ગ્રહ બિરાજમાન થશે. એવામાં તુલા રાશિમાં 4 મહત્વના ગ્રહોની હાજરી અદભૂત સંયોગ બનાવી રહી છે, જે અમુક રાશિના જાતકો માટે શુભ રહેશે. આ રીતે દિવાળી બાદ બુધનો ગોચર આ રાશિના જાતકો પર માં લક્ષ્મીની કૃપા વરસાવશે. આ જાતકોને ખૂબ ધનલાભ થશે. આ દિવાળી અમુક રાશિના જાતકો માટે ખૂબ શ્રેષ્ઠ રહેશે.
મિથુન રાશિ
દિવાળીના બે દિવસ બાદ તુલા રાશિમાં બુધનો ગોચર મિથુન રાશિના જાતકોને સારો લાભ કરાવશે. આવક વધશે. નોકરી વેપારમાં શુભ ફળ મળશે. વર્કપ્લેસ સાથે જોડાયેલી કોઈ સારી ખબર મળી શકે છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થશે.
કર્ક રાશિ
દિવાળી બાદ કર્ક રાશિના જાતકોને ધનલાભ થશે. માં લક્ષ્મી મહેરબાન રહેશે. બુદ્ધી ઝડપી ચાલશે અને મોટામાં મોટુ કામ સરળતાથી કરી લેશે. નસીબનો ભરપૂર સાથ મળશે. માન અને સન્માન વધશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવવા મળશે.
સિંહ રાશિ
બુધ ગોચર સિંહ રાશિના જાતકોને ધનલાભ કરાવશે. નવી નોકરીની ઑફર મળી શકે છે. પ્રમોશન મળી શકે છે. અચાનક પૈસા મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી થશે. પરિવાર તરફથી ખુશી અને સહયોગ મળશે.
વૃશ્ચિક રાશિ
બુધ ગોચર વૃશ્વિક રાશિના જાતકોની આવક વધારશે. પગાર વધી શકે છે. વેપારીઓનો નફો વધશે. ખાસ કરીને વિદેશ સાથે જોડાયેલા કામ કરનારા લોકોને લાભ થશે.
ધન રાશિ
આર્થિક સમસ્યાઓ દૂર થશે. પૂરતી માત્રામાં પૈસા હાથમાં આવશે. અટકેલા પૈસા પાછા મળી જશે. આવક પણ વધશે. પરિવાર તરફથી કોઈ શુભ સમાચાર મળશે.