આ દાળનું સેવન બ્લડ સુગરને કરી દે છે નિયંત્રિત, જાણો કેવી રીતે કરવો જોઈએ ઉપયોગ…

દોસ્તો ડાયાબિટીસ એક એવો રોગ છે, જેની કાયમી દવા હજુ સુધી મળી આવતી નથી. જેને જડમૂળમાંથી નાબૂદ કરવો ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આ રોગને માત્ર નિયંત્રિત કરી શકાય છે. જે લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા હોય છે તેમને પોતાના આહારની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે. તણાવ, ખરાબ જીવનશૈલી અને અસ્તવ્યસ્ત ખાન પાનને કારણે ડાયાબિટીસ થવાનો ભય રહેતો હોય છે.

 

ડાયાબિટીસના દર્દીઓને પોતાના શરીરમાં બ્લડ સુગરને કાબુમાં રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો બ્લડ સુગરને કાબુમાં રાખવામાં ન આવે તો શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ થવાનો ખતરો વધી જતો હોય છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસન દ્વારા હાથ ધરવામાં આવેલા એક રિપોર્ટમાં એ બાબત સામે આવી છે કે ડાયાબિટીસના પેશન્ટની સંખ્યા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે છે.

 

એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2025 સુધીમાં સમગ્ર દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં 170 ટકા નો વધારો થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને પોતાના બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે દિવસથી શરૂ કરીને રાત સુધી પોતાના આહારની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે. જો કે આપણા ભોજનમાં એક એવું વસ્તુ છે જે આપણે દરેક ભોજનમાં ખાતા હોઈએ છીએ… આ વસ્તુ દાળ છે.

 

હકીકતમાં દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને ડાયાબિટીસથી પીડાતા લોકો તેમનું સેવન કરી શકે છે. જો આપણે મસૂર દાળ વિશે વાત કરીએ તો તે બ્લડ સુગરને કાબુમાં રાખવામાં મદદ કરે છે. હકીકતમાં મસૂર દાળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 25 જ હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન અને ફાઇબર પણ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

 

આ સિવાય મસૂર દાળ શિયાળામાં આપણા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. વળી તેનું સેવન કરવાથી સ્વાદુપિંડમાંથી પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા થાય છે. જેના કારણે બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં આવી શકે છે. મસૂર દાળ પ્રોટીનનો પણ સારો એવો સ્ત્રોત છે, જેનાથી સ્નાયુઓ અને હાડકાઓ મજબૂત બને છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને વધારે પ્રમાણમાં દવાઓ લેવાની જરૂર પડતી નથી. આ સિવાય મસૂર દાળનું સેવન કરવાથી પાચન ક્રિયા પણ સ્વસ્થ રહે છે.

Leave a Comment