કહેવાય છે કે જે લોકો પર ધનની દેવી મા લક્ષ્મીના આશિર્વાદ રહે છે તેમના જીવનમાં કોઈ દિવસ પૈસાની તંગી હોતી નથી એટલે કે આવા લોકો સંપૂર્ણપણે સુખમય રીતે જીવન જીવે છે, જો કે તેમની પૂજા અર્ચના કરવા માટેનો ખાસ દિવસ શુક્રવારનો માનવામાં આવે છે. એટલે કે તમે પણ આ દિવસે તેમની ચોક્કસ રીતે પૂજા કરશો તો તમારા પર તેમના જરૂર આશિર્વાદ બની રહેશે.
તો આજે તમને આવા જ કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે શુક્રવારની સાંજે 6 થી 9 વાગ્યાની વચ્ચે તમારા ઘરમાં ગુપ્ત રીતે કરવા પડશે, માનવામાં આવે છે કે જો તમે આ ઉપાયો કરશો તો તમારા પર મા લક્ષ્મીના આશિર્વાદ બની રહેશે અને ધન સંબંધિત તમામ મનોકામનાઓ પૂર્ણ થશે….તો જાણીએ આ ઉપાયો વિશે…
– માનવામાં આવી રહ્યું છે કે જો તમે પૈસાની બાબતે સુખી થવા માંગો છો તો તમારે યાદ રાખવું કે શુક્રવારના દિવસે કોઈની પાસેથી મફતમાં કંઈપણ વસ્તુ ન લેવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવામાં આવે તો આવું કરવાથી પરિવારની આર્થિક સ્થિતિ બગડી શકે છે, એટલું જ નહિ પરંતુ મફતમાં લીધેલી વસ્તુઓ તમારા પર દેવા તરીકે બોજ બની જશે માટે આવી ભૂલ ન કરવી.
– જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં ગાયને કામધેનુ અને માતા તરીકે પૂજવામાં આવે છે એટલે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓ નિવાસ કરે છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં પૈસાની તંગી રહી છે તો તમારે આ ઉપાય જરૂર અપનાવવો જોઈએ, જેમાં તમારે ઘરમાં બનેલી પહેલી રોટલી માતા ગાયને ખવડાવો, આવું કરવાથી ઘરની ગરીબી દૂર થાય છે.
– ખાસ કરીને તમારે આ ઉપાય શુક્રવારની સાંજે કરવો જેમાં તમારે સૂર્યાસ્ત પછી પૂજા સ્થાનમાં 7 દીવાઓ સાથે ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને તેને ઈશાન ખૂણામાં મૂકો. દીવો પ્રગટાવ્યા પછી ઘીમાં એક ચપટી કેસર નાખો. પૂજા સ્થાન પર શ્રીયંત્ર સ્થાપિત કર્યા પછી ગાયના દૂધનો અભિષેક કરો. જો તમે આ ઉપાય સતત 5 શુક્રવાર સુધી કરશો તો તમને માતા મહાલક્ષ્મી પૈસાદાર બનાવી દેશે, ચારેય દિશાઓથી પૈસા જ પૈસા આવતા થઇ જશે.