શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ વર્ષ 2023 ના આ મહિનાની શરૂઆતમાં જ પોતાની રાશિ કુંભમાં ગોચર કરવાનો છે. શનિદેવના ગોચર થી પંચ મહાપુરુષ રાજયોગ બનશે. આ રાજ્યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ અને ખૂબ જ શક્તિશાળી રાજયોગ માનવામાં આવે છે.
30 વર્ષ બાદ શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાં પરિવર્તન કરવાથી દરેક રાશિના લોકોના જીવન પર અસર પડશે. પરંતુ આ પાંચ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. અને દેવના આ ગોચર થી આ લોકોને ખૂબ મોટો લાભ પ્રાપ્ત થશે.
મેષ રાશિ
શનિદેવના ગોચર થી બનવાનો શશ રાજયોગ મેષ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. રાશિના લોકોને આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થશે અને કરિયરમાં પ્રગતિ પ્રાપ્ત થશે. આ સમય આ લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ રાશિના લોકોને અચાનકથી ધન લાભ થવાની સંભાવના બની રહી છે.
વૃષભ રાશિ
શનિદેવનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે કારણકે શનિદેવ અને વૃષભ રાશી ના સ્વામી શુક્ર એ બંને મિત્ર ગ્રહ છે. શનિદેવની કૃપાથી આ રાશિના લોકોને દરેક ક્ષેત્રે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને આ સમયે નોકરીમાં પ્રમોશન, ધનલાભ અને લગ્ન માટેના યોગ બની રહ્યા છે.
આ રાશિના લોકોના જીવનમાં શનિદેવના ગોચરથી બનતા શશ રાજયોગથી ઘણા પ્રકારની બાબતોમાં લાભ પ્રાપ્ત થશે. આ સમયે આ રાશિના લોકોને વિવાદ, કાનૂની બાબતમાં સફળતા પ્રાપ્ત થશે. આ લોકોનો તણાવ દૂર થશે. લોકોના ઘણા સમયથી અટકેલા કામ આ સમયે પૂર્ણ થવા લાગશે. આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે.
મકર રાશિ
શનિદેવ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને મકર રાશિના સ્વામી શનિદેવને માનવામાં આવે છે. શનિદેવનું આ ગોચર આ રાશિના લોકોના કરિયરમાં મોટી સફળતા પ્રાપ્ત કરાવી શકે છે. આ રાશિના લોકોને નવી નોકરી મળવાના, પ્રમોશન થવાના અને પગારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. આ રાશિના વ્યાપારીઓને વધુ પ્રમાણમાં નફો પ્રાપ્ત થશે.
કુંભ રાશિ
શનિદેવ રાશિ કુંભ રાશિમાં જ પ્રવેશ કરીને શશ રાજયોગ બનાવશે. આ રાજયોગનો સૌથી વધુ લાભ આ રાશિના લોકોને મળી શકે છે. આ રાશિના લોકોને દરેક કામ ભાગ્યના સાથથી પૂર્ણ થશે. આ રાશિના લોકોના દરેક જૂના વિવાદોનો ઉકેલ આવશે. આ રાશિના જે લોકો ભાગીદારીમાં કામ કરતા હતા તેમને સફળતા પ્રાપ્ત થશે.