જીવનમા દરેક કાર્ય માટે વ્યક્તિ ને પૈસાની જરૂર પડતી હોય છે પરંતુ ઘણીવાર વ્યક્તિ ખૂબ મહેનત કર્યા પછી પણ પોતાની આવશ્યકતા પ્રમાણે ધન નથી મેળવી શકતા અને જીવનમાં ઘણા બધા દુઃખ અને તકલીફોને સહન કરે છે જેથી તેમનુ જીવન બરબાદ થઈ જતુ હોય છે.
ધન પ્રાપ્ત કરવાનો સારો ઉપાય ધનની દેવી લક્ષ્મી ને પ્રસન કરવાનો છે, શાસ્ત્રો પ્રમાણે જે લોકો પર મા લક્ષ્મીની કૃપા હોય તે લોકોને ધન સંબંધિત કોઇ તકલીફ પડતી નથી. ધન પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીની કૃપા હોવી ખૂબ જ જરૂરી બની જાય છે.
આમ તો જોવા જઈએ તો માતા લક્ષ્મીની પૂજા રોજ કરવી જોઈએ પરંતુ શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને અર્પણ કરવામા આવ્યો છે જો તે દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામા આવે તો તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
તો મિત્રો આજના આ લેખમા અમે તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કારગર ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ માંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો શુક્રવારના દિવસે તમારા થી થઈ શેક તો લાલ રંગના કપડા ધારણ કરવા જોઈએ તેના પછી તમારે મંદિર ની સાફ સફાઈ કરવી જોઇએ અને ઘરની પણ સફાઈ કરવી જોઈએ પછી તમારે માતા લક્ષ્મીની સામે ગાયના ઘીનો દીવો કરવાનો છે પછી તમારે માતા લક્ષ્મીને તમારે કંકુથી ચાંદલો કરવો.
આજના દિવસે થાય તો તમારે માતા લક્ષ્મીને લાલ રંગના ફૂલ ચડાવવા જોઇએ અને પીળા રંગની મિઠાઈ નો ભોગ ચડાવવા જોઇએ આટલુ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા બની રહેશે .
મિત્રો તમને ધન સંબંધિત સમસ્યાઓ હોય અને ધન ઘરમા ટકી ન રહેતુ હોય તો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરવાનો છે આ ઉપાય તમારે થોડા કાળા તલ થી કરવાનો છે.
આ ઉપાય કરવામાં તમે સાંજના સમયે માતા લક્ષ્મીની સામે ગાયના ઘીનો એક દીવો કરવો અને માતા લક્ષ્મી ની સામે મીઠાઈ નો ભોગ લગાવો અને હવે તમારે એક પાત્રમા થોડા કાળા તલ લેવા અને તેની પુજા કરવાની છે પૂજા કર્યા પછી માતા લક્ષ્મીને પ્રણામ કરી અને ઓમ શ્રી શ્રીયે નમઃ નો 108 વખત જાપ કરવાનો છે.
મિત્રો આ થઈ ગયા પછી તમારે જે કાળા તલ નું પાત્ર છે તેને હાથમાં લઈ લેવાનુ છે અને તેને તમારા માથા પરથી સાત વખત ઉતારી લેવું અને પરિવારના દરેક સદસ્ય એ આ ઉપાય કરવા. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહેશે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને ઘર પરિવાર માં સુખ સમૃદ્ધિ આવશે. તો બોલો માતા લક્ષ્મીજી ની જય હો… આ પોસ્ટ અવશ્ય Share કરો….