પોતાની રાશિ મુજબ કરો દરરોજ આ મંત્રનો જાપ,તમારા દુ:ખના દિવસો દુર થઈ જશે, સુખ આવતા વાર નહિ લાગે.

પોતાની રાશિ મુજબ કરો દરરોજ આ મંત્રનો જાપ,તમારા દુ:ખના દિવસો દુર થઈ જશે, સુખ આવતા વાર નહિ લાગે.

મેષ

મેષ રાશિનો સ્વામી મંગળ છે અને જાતકના ઈષ્ટદેવ હનુમાનજી છે.એવામાં જો તમે રોજ હનુમાન મંદિરે જઈને ‘ઓમ હનુમતે નમઃ’ મંત્રનો જાપ કરશો અને યથાશક્તિ રામ ભક્તિ કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.

વૃષભ

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને ઈષ્ટદેવ માતા લક્ષ્મીજી છે. આ રાશિના જાતકોએ ‘ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ જેથી લક્ષ્મીજીની કૃપા સદૈવ બની રહેશે.

મિથુન

મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને ઈષ્ટદેવ ગણેશજી છે.તો દરરોજ એક માળા ‘ઓમ ગં ગણપતે નમઃ’નો જાપ કરવો તથા ગણેશ અથર્વશીશ કરવાથી તમારી બુદ્ધિ તેજ થશે અને તમારા જ્ઞાન અને બુદ્ધિથી તમે સફળતા મેળવી શકશો. નોકરી અને વ્યવસાયમાં આવતી સમસ્યાઓનો પણ અંત આવશે.

કર્ક

કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્રમા છે અને ઈષ્ટદેવ ભગવાન શિવ છે.આપણા ધર્માના શાસ્ત્રો મુજબ રોજ તમે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરશો તો ધન સંબંધી લાભ થઈ શકે છે.ભગવાન શિવનો જળાભિષેક જરૂર કરવો. જળાભિષેક તાંબાના લોટા વડે જ કરવો અને સાથે શિવ પંચાક્ષર સ્તોત્ર કરવો.

સિંહ

સિંહ રાશિનો સ્વામી ગ્રહ અને ઈષ્ટદેવ પણ સૂર્યદેવ છે એવામાં જાતકોએ રોજ સૂર્ય દેવની પૂજા કરવી જોઈએ.સુર્ય ભગવાન જાગ્રત દેવ છે કેમ કે તેમને આપણે જોઈ શકીયે છીએ.સૂર્યદેવની પૂજા કરવાથી હંમેશા સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકશો. ‘ઓમ સૂર્યાયેં નમઃ’ મંત્રનો જાપ જરૂર કરવો સૂર્યદેવને તાંબાના લોટમાં પાણી લઇ ને અર્ઘ્ય આપવો.

કન્યા

કન્યા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ બુધ છે અને ઈષ્ટદેવ ભગવાન ગણેશ છે.નિયમિતપણે ભૂલ વગર સવારે-સાંજે ‘ઓમ ગં ગણપતે નમઃ’ મંત્રનો જાપ કરવાથી ધન સંપત્તિ તેમજ રોજગારી અને મિલકત સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળશે.તથા તમામ વિઘ્નોથી તમે બચી જશો.

તુલા

તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને ઈષ્ટદેવ દેવી લક્ષ્મીજી છે.દરરોજ માતા લક્ષ્મીજીની યથાશક્તિ પૂજા કરવી અને ‘મહાલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરવો.શ્રી સુકતમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને સાથે જ ઘરમાં હંમેશા ખુશીનો માહોલ રહેશે.તેમજ જમીન કે મિલકતના પ્રશ્નો પણ હલ થઈ જશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને ઈષ્ટદેવ હનુમાનજી છે.દરરોજ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરવાથી તમામ સમસ્યાઓનો ખાતમો થશે.રોજ ‘ઓમ હનુમતે નમઃ’ મંત્રનો 108 વખત જાપ કરવો અને રોજ હનુમાન ચાલીસા કરવા.શક્ય હોય તો હનુમાનજી મંદિરમાં મહિનામાં એકવાર પ્રસાદ ચઢવાવો જેમ કે બુંદીના લાડુ.

ધન

ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ (બૃહસ્પતિ) છે અને ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે.ધન રાશિના જાતક દરરોજ ‘ઓમ શ્રી વિષ્ણવે નમઃ’ ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો 108 વખત જાપ કરવો અને વિષ્ણુસહસ્ત્ર કરવાથી તમારા વ્યવસાય અને નોકરીમાં લાભ થશે.આર્થિક રીતે તમે સધ્ધર થશો.

મકર

મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે અને ઈષ્ટદેવ પણ શનિદેવ જ છે.માટે શનિ કે હનુમાનજીની પૂજા કરવાથી આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે.મકર રાશિના જાતકોએ દરરોજ ‘ઓમ શમ્ શનિશ્ચરાયે નમઃ’ મંત્રનો 108 વખત જાપ કરવો તથા રવિવારે પીપળાના વૃક્ષ નીચે તેલનો દીવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.શનિવારે અને મંગળવારે તમારે હનુમાનજી મંદિરમાં દર્શન કરવા.

કુંભ

કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે અને ભગવાન શંકરને શનિના ગુરુ માનવામાં આે છે, માટે કુંભ રાશિના જાતકોએ શનિની સાથે-સાથે ભગવાન શંકરની પણ પૂજા કરવી.દરરોજ ‘ઓમ મહામૃત્યુંજય નમઃ’ મંત્રનો 108 વખત જાપ કરવો તથા શિવલિંગ ઉપર જળાભિષેક કરવો.બીલીપત્ર ચઢાવવા.

મીન

મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છેઅને ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે.દરરોજ ‘ઓમ નારાયણાય નમઃ’ અને ‘ઓમ ગુરુવે નમઃ’ મંત્રનો 108 વખત જાપ કરવો.કલમનું ફૂલ અર્પણ કરવું ભગવાનને દર્શન કરવા.

તદ્ઉપરાંત દરેક રાશિના જાતકને ભગવાન શિવની ભક્તિ કરવાથી પણ યોગ્ય ફળ મળે છે. આમની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓનો ખતમ થઈ જશે અને નોકરી અને વ્યવસાયમાં થતી મુશ્કેલીઓનો પણ અંત આવશે.

Leave a Comment