આ રાશિના લોકો જીવનસાથી જોડે સુખેથી જીવન પસાર કરશે.પ્રેમી અને પ્રેમિકા સાથે મુલાકાત કરશે તેમજ સારો સમય તેમના માટે રહેશે.સ્વાસ્થ્ય તમારું સારું રહેશે.વેપાર અને રોજગાર તમારો સારો રહેશે તેમજ તમારે પીળી વસ્તુઓનું દાન કરવું મહત્વપૂર્ણ સાબિત થશે.બાળકોના અભ્યાસનો પ્રશ્ન હલ થઈ જશે તેમજ આર્થિક રીતે વધુ મજબૂત બનશો.
તુલા – ર ત
આ રાશિના જાતકોએ તેમની ભાવનાઓ કાબુમાં રાખવી પડશે.તમે જો ભાગીદારીમાં કામ કરો છો તો તેમાં જરૂર સફળ થશો.અત્યારે કરેલું રોકાણ તમને ભવિષ્યમાં મોટો ફાયદો અપાવી જશે.તમે જે કામ હાથમાં લેશો તે પૂર્ણ થશે.લેવડ દેવડ કરવામાં ખૂબ જ સાવચેત રહેવું જો ઉધાર ધન આપશો તો તમારા નાણાં ફસાઈ શકે છે.શનિદેવના દર્શન કરીને તેમના આશીર્વાદ લેતા રહેવા તમારા બગડેલા કામ પણ પુરા થશે અને જીવનમાં કોઈ જ મુશ્કેલીઓ નહિ આવે.
વૃશ્ચિક – ન ય
તમે જો કોઈ અત્યારે મૂડી રોકાણ કરવા માટે વિચારી રહયા છો તો જમીન ,મિકલત કે વાહન ખરીદી શક્ય બને છે.તમારી સ્વાસ્થ બાબતે તબિયતમાં ધીમે ધીમે એકદમ સુધાર આવી રહ્યો છે.પ્રેમની બાબતમાં અત્યારે કોઈ સારો સમય નથી.તમારે વાદ વિવાદ ઉભા કરવા નહિ.લાલ રંગની કોઈપણ વસ્તુ હંમેશા તમારી જોડે જ રાખવી તેમજ નિયમિત રૂપે વિષ્ણુ ભગવાન અને ધનની દેવી લક્ષ્મી માતાના નામનું રટણ કરતા રહેવું.
મેષ – અ લ ઈ
તમે શત્રુઓ પર વિજય મેળવશો જેમાં તમારી કુશાગ્ર રણનીતિ કામ આવશે.નોકરીમાં પ્રગતિ બનશે અને આર્થિક બાબતે તમે વધુ મજબૂત બનવા જઈ રહયા છો.મહેનતનું સ્વભાવના કારણે તમારો વ્યવસાય જળહલશે.પરિવાર અને મિત્રો જોડે કદાચ અણબનાવ બની શકે છે પરંતુ તેમાં તરત જ સુધારો આવી જશે.તમારા જીવનસાથના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તમે જો કોઈ પ્રવાસ જવા વિચારી રહયા છો તો તે માતાજીની અસીમ કૃપાથી સફળ બનશે.
વૃષભ – બ વ ઉ
વૃષભ રાશિના લોકો માટે સારો સમય છે જેમાં વિધાર્થીઓ માટે પણ ઉત્તમ સમય પસાર થઈ રહ્યો છે તમે જો પરીક્ષા માટે તૈયારી કરી રહયા છો તો સમય અનુકૂળ છે સફળતા અપાવશે.સ્વાસ્થ્ય સારું બનશે તેમજ વેપાર રોજગાર મધ્યમ ગતિએ દોડશે.તમારે પૌસાની તકલીફ નહિ રહે જે તમારું આગોતરું આયોજન કામ કરશે.તમેં જો રોકાણ કરવા જઇ રહ્યાં છો તો તેમાં ધ્યાન આપવું અથવા તો બરાબર તપાસ કરી લેવી જરૂરી છે.
મિથુન – ક છ ઘ
મિથુન રાશિના લોકોને તેમનું ભાગ્ય સાથ સહકાર આપશે.તબિયત તમારી સુધારા પર આવશે.બહારનું ખાવું નહિ.તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.તમારા ભાઈની મદદથી વ્યવસાયમાં ખૂબ સારી પ્રગતિ થઈ શકે છે.તમારે યથાશક્તિ કોઈ ગરીબ કે જરૂરી વ્યક્તિને દાન કરવું જેથી માતાજીની કૃપા બની રહે.