દુનિયામાં દરેક વ્યક્તિ સુખ-શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છે છે. દરેક વ્યક્તિ મોક્ષ ઇચ્છે છે. પૃથ્વી પર વારંવાર જન્મ લેવાની પ્રકિયા છુટકારો મેળવવા માટે લોકો પૂજાપાઠ અને દાનપુણ્ય કરે છે. મોક્ષ માટે સૌથી વધુ લોકો ભગવાન શિવની આરાધના કરે છે.
શિવલિંગની પૂજા કરવાથી ઘણા લાભ મળે છે. બિંદુ રૂપા દેવી ઉમા માતા છે, અને નાદ સ્વરૂપ ભગવાન શિવ પિતા છે. આ માતા-પિતાની પૂજા કરવાથી આનંદની પ્રાપ્તિ થાય છે. દેવી ઉમા વિશ્વની માતા છે અને ભગવાન શિવ આ જગતના પિતા છે, તેથી તેમની સેવા કરનારાઓને પુત્રના રૂપમાં આશીર્વાદ મળે છે.
નિત્ય સેવા કરનાર પુત્ર પર માતા-પિતા પોતાના આશીર્વાદ વધારતા રહે છે. શિવપુરાણની વિદ્યાશ્વર સંહિતામાં, ભગવાન શવના મહિનામાં દરરોજ શિવ અને પાર્વતીની પૂજા કરનારાઓને તેમની આંતરિક સંપત્તિ આપે છે.
પૂજા વિધી – શિવપુરાણમાં શિવલિંગની પૂજાની પદ્ધતિ સમજાવતા લખ્યું છે કે, પૂજા માટે મધ અને સાકરની સાથે ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી અલગ-અલગ રાખવું જોઈએ. આ બધાને મિક્સ કરીને પણ પંચામૃત બનાવી શકાય છે.
આનાથી શિવલિંગનો અભિષેક કર્યા બાદ પાણીથી સ્નાન કરો. જે બાદમાં ગાયના દૂધમાંથી બનેલી મીઠાઈઓ અને ભગવાન શિવને ભક્તિભાવથી અર્પણ કરો. અભિષેક કરવાથી આત્મશુદ્ધિ થાય છે.