જ્યોતિષશાસ્ત્ર અનુસાર પોતાના જિવનમાથી ગરીબીને દૂર કરવા માટે શનીદેવની પૂજા ને શુભ માનવામાં આવે છે. શનિદેવ ને કર્મના કારક દેવ માનવામાં આવે છે.સારું કર્મ કરનાર પર શનીદેવ કાયમને માટે આશીર્વાદ બનાવી રાખે છે.તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત પૈસાની તંગી સર્જાઈ રહી છે તો શનીદેવની પૂજા ને આ સમસ્યામાંથી મુક્ત થવા માટે શુભ માનવામાં આવે છે.આટલા ઉપાયો કરવાથી દૂર થઈ જશે તમારાઈ આર્થિક તંગી
શનિવારે કરો આટલા ઉપાય
- શનિવારે ખિચડી,ચોખા તેમજ કાળા ચણાનું સેવન કરો.આ ચીજવસ્તુ શનીદેવને અતિપ્રિય છે માટે શનીદેવ ખુશ થશે.પૈસાની સાથે સમાજમાં સન્માન પણ મળશે
- આર્થિક તંગી દૂર કરવા અને શનિ દેવને પ્રસન્ન કરવા આ દિવસે કાળા અડદ અને ધાબળાનું દાન કરો.
- આ દિવસે શનીદેવને તલના લાડુનો ભોગ ચડાવો
- શનીદેવને ચડાવેલ ભોગ કુતરા,કાગડા અને કાલી ગાયને ખવડાવો શનીદેવ તમારા પર પ્રસન્ન થશે
- શનીદેવની પૂજા માં ક્યારેય લાલ રંગના વસ્ત્રનો ઉપયોગ ન કરો.વાદળી અથવા કાળા રંગના વસ્ત્રો શનીદેવને અતિપ્રિય છે
- શનીદેવને પશ્ચિમ દિશા પ્રિય છે માટે આ દિશામાં મોઢું આખી તેમની પૂજા કરવાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થશે
આટલા ઉપાયો કરવાથી તમારી આર્થિક તંગી થઈ જશે દૂર અને જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ.યાદ રાખો કે શનીદેવની પૂજા માં કોઈ વિક્ષેપ કે ભૂલ ન થવી જોઈએ કારણકે શનીદેવ કોપાયમાન થશે તો જીવનમાં મુશ્કેલીઓ વધી જશે