મેષ રાશિ
આર્થિક ધન વૃદ્ધિ આ અઠવાડિયે થતી દેખાઈ રહી છે. સ્વાસ્થ્ય તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમ સંબંધમાં મન ભાવુક રહેશે અને કોઈ પિતાતુલ્ય વ્યક્તિ વિશે વિચારીને મન ચિંતિત રહેશે. પરિવારમાં નકામું ટેન્શન ઊભું થઈ શકે છે અને એકબીજાથી દૂર થશો.
વૃષભ રાશિ
આ અઠવાડિયે બિઝનેસ ટ્રીપને લઈને શુભ સમાચાર મળી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ છે અને રોકાણનું સારું ફળ મળશે. પ્રેમ સંબંધમાં સમય સુખદ રહેશે અને લવ લાઈફ વધુ સારી બનાવાની ઘણી તક મળશે. સ્વાસ્થ્યમાં સુધારો આ અઠવાડિયે થતો દેખાઈ રહ્યો છે.
મિથુન રાશિ
પ્રેમ સંબંધમાં નવી શરૂઆત મનને પ્રફુલ્લિત કરશે. આ અઠવાડિયે વેપારિક યાત્રા દ્વારા સારી સફળતા મળી શકે છે. પોતાના પરિવારજનો સાથે ફરવાનો યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્રે કરેલી મહેનત ભવિષ્યમાં શુભ સમાચાર આપશે. સ્વાસ્થ્ય સુધારવા માટે ઠોસ નિર્ણય લઈને પ્રયાસ કરશો તો સારા પરિણામ મળી શકે છે.
કર્ક રાશિ
આર્થિક રોકાણનું શુભ ફળ મળશે. પરિવાર સાથે સુખદ સમય વિતાવશો. પ્રિયજનોના સાંનિધ્યમાં સુખ-શાંતિ અનુભવશો. આ અઠવાડિયે વેપારિક યાત્રા દ્વારા વિશેષ લાભ મળી શકે છે. મુસાફરી મધુર યાદોથી ભરેલી રહેશે.